બોટાદમાં એસીબી ની સફળ ટ્રેપ
લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લીધા.
એસીબીની ટ્રેપના કારણે પોલીસમાં ફફડાટ ફેલાયો
બોટાદમાં લાંચની રકમ લેતા એસીબીને રંગેહાથ ઝડપી લીધા. એસીબીની ટ્રેપના કારણે પોલીસમાં ફફડાટ ફેલાયો
બોટાદમાં લાંચની રકમ લેતા ASI ને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા. જેમાં આરોપી જયેશ જેન્તીભાઇ જાખણીયા ASI બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને નિલેશભાઇ ઉર્ફે લાલો ઘનશ્યામભાઇ ભરાડીયા (ખાનગી પ્રજાજન) લાંચની માંગણીની રકમ 30,000/- માંથી સ્વીકારેલ રકમ ૧૦,૦૦૦ લેતા તા. 1 એપ્રિલે મહાદેવ ફર્નીચરની સામે પાળીયાદ ખાતે પકડાતા આરોપીઓએ ફરિયાદીની વિરુધ્ધમા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયેલ હતો જેની તપાસ આરોપી નં ૧ પાસે હોઇ જેથી આ કામના ફરીયાદીને ગુન્હા કામે જામીન મુકત કરવા અને મામલતદાર કચેરી બોટાદ ખાતે ફરીયાદી તથા સાહેદના અટકાયતી પગલા લેવડાવી ખોટી રીતે હેરાન- પરેશાન નહી કરવાનાં બદલામાં આરોપી નં-૧ નાએ ફરીયાદી પાસે રૂ.30,000/- ની લાંચની માંગણી કરેલ હતી પરંતુ રકઝકનાં અંતે રૂ.૧૦,000/- આપવાનો વાયદો કરેલ હતો પરંતુ ફરીયાદી લાંચની રકમ આક્ષેપિતને આપવા માંગતા ન હોઇ જેથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી નં- ૨ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂ.૧૦,000/-ની લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ અને આ લાંચનાં નાણાં મળી ગયેલ હોવા અંગે આરોપી એક સાથે ટેલીફોનિક વાતચીત કરી આરોપી એક નંબરનાએ પણ સમર્થન બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી પાસે લાંચની માંગણી કરી આરોપી નંબર બે લાંચના નાણાં સ્વીકારી રંગેહાથ જઈ અને આરોપી નં.૧ નાએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુન્હાહીત ગેરવર્તણૂક કરી ગુન્હો કર્યા બાબતે ભાવનગર એસીબીના પીઆઈ ટી.એસ.રીઝવી અને સ્ટાફ ટ્રેપીંગ કામગીરીમાં જોડાયો હતો
