બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાકનો આક્ષેપ, ગ્રાહકોએ વીડિયો વાયરલ કર્યો
પાર્લે પોઈન્ટની રેસ્ટોરન્ટમાં સડેલા બટાકા-મશરૂમ મળ્યાનો દાવો
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટ બાર્બેક્યુ નેશન સામે વાસી અને સડેલી ખાદ્યસામગ્રી પીરસવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. તો ગ્રાહકોએ રસોડામાં કાળા પડી ગયેલા બટાકા અને વાસી મશરૂમનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટ વિવાદમાં સપડાઈ છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે તેમને વાસી અને બગડેલી ખાદ્યસામગ્રી પીરસવામાં આવી હતી. ગ્રાહકોના આક્ષેપ મુજબ પીરસવામાં આવેલા મશરૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. ત્યારબાદ રસોડામાં તપાસ કરતાં કાળા પડી ગયેલા બટાકા અને વાસી મશરૂમ જોવા મળ્યા હતાં. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકોએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. અને આક્ષેપ કર્યો હતો કે સ્ટાફ દ્વારા યોગ્ય જવાબ આપવાને બદલે કિચનમાંથી બહાર નીકળી ગયો હતો. ઘટનાને પગલે અન્ય ગ્રાહકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને કેટલાક ગ્રાહકો ભોજન અધૂરું છોડીને ટેબલ પરથી ઊભા થઈ ગયા હતાં. હાલ સમગ્ર મામલે ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સામે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ શું ખુલાશો આપે છે તે જોવુ રહ્યું.
