અરવલ્લી ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
પાકિસ્તાનના હુમલાની આશંકાને પગલે ગુજરાત એલર્ટ

અરવલ્લી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

અરવલ્લી મોડાસાના સંદર્ભ-૧ ના પત્ર મુજબ વર્તમાનમાં આપણા દેશમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ અનુસંધાને સુરક્ષાને લગત ગતિવિધીઓને ધ્યાને લેતાં અત્રેના અરવલ્લી જિલ્લાના નાગરિકોમાં ફટાકડા ફોડવાથી તથા ડ્રોન ઉડાડવાથી ભયનું વાતાવરણ ન ફેલાય કે ગેરસમજ ન થાય તથા આંતરિક સુરક્ષા ન જોખમાય તેમજ મહત્વના સ્થાનોને સુરક્ષા આપવામાં જિલ્લા પોલીસ દ્વારા પુરતી સુરક્ષા વ્યવસ્થાઓ સુનિયોજિત કરવામાં આવે તે સારૂ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ડ્રોન ઉડાડવા તથા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું તા. ૦૯/૦૫/૨૦૨૫ના ૧૭:૦૦ કલાકથી તા. ૧૫/૦૫/૨૦૨૫ના ૨૪:૦૦ કલાક સુધીનું પ્રસિધ્ધ કરવા દરખારત રજુ કરેલ છે. ઉકત અનુસંધાને જાહેર સલામતી, સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા આશયથી તારીખ, ૧૦/૦૫/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી સમગ્ર અરવલ્લી જિલ્લામાં ડ્રોન ઉડાડવા તથા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.વ પ્રશસ્તિ પારીક(આઈ.એ.એસ) જિલ્લા મેજિસ્ટ્રેટ અરવલ્લી, મોડાસા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા.૧૦/૦૫/૨૦૨૫ થી તા. ૧૫/૦૫/૨૦૨૫ સુધી સમગ્ર અરવલ્લી જિલ્લામાં ડ્રોન ઉડાડવા તથા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામા આવે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *