દાહોદના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપાયો
એલસીબીએ રાજસ્થાનના એક ઇસમની ધરપકડ કરી
દાહોદના ચાકલીયા પોલીસે સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂનો ઝડપાયો છે.એલસીબીએ વિદેશી દારૂ ની જથા સાથે એક રાજસ્થાનીની ધરપકડ કરી છે.
ગાંધીના ગુજરામાં દારૂબંધીનો કાયદો બનાવવામાં આવ્યો છે,પણ તે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત માં અવાર નવાર દારૂનો જથ્થો ઝડપાતા હોયે છે ત્યારે દાહોદના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી LCBએ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.૪૨૨ પેટીઓ અને ભરેલું ટેન્કર સહિત કુલ રૂ.૩૦,૫૭,૨૪૦ કબજે કર્યો હતો. એલસીબીએ દારૂ તેમજ ભરેલું ટેન્કર મળી કુલ રૂ.૫૦,૬૨,૨૪૦ મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે રાજસ્થાનના એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.