વરતેજ રેલવે સ્ટેશન ખાતે ડીઝલ ચોરીની ઘટના

Featured Video Play Icon
Spread the love

વરતેજ રેલવે સ્ટેશન ખાતે ડીઝલ ચોરીની ઘટના
રેલવેના ડીઝલ એન્જિનમાંથી 150 લિટર ડીઝલ ચોરી
આરપીએફ ઇન્સ્પેક્ટર કપિલકુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમ રચાઈ
ડીઝલ ચોરી મામલે આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરાઈ

ભાવનગરના વરતેજ રેલવે સ્ટેશન ખાતે રેલવેના ડીઝલ એન્જિનમાંથી 150 લિટર ડીઝલ ચોરી થયાની ઘટનાને લઈને રેલવે સુરક્ષા દળ હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે આરપીએફ ભાવનગરના ઇન્સ્પેક્ટર કપિલકુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે, જે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા તપાસ ચલાવી રહી છે.

ટીમની મહેનત અને ટેકનિકલ તપાસના આધારે તા. 10/7/2025 ના રોજ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તથા 150 લિટર ડીઝલ કબજે લેવામાં આવ્યું હતું। આરોપીઓ વિરુદ્ધ RPUP Act હેઠળ ગુનો દાખલ કરી રેલવે કોર્ટમાં કેસ રજૂ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।
રેલવે કોર્ટ ભાવનગર એ જડપી(ત્વરિત) કેશ ચલાવી 4 એ આરોપી ઓ ને કુલ 40,000નો દંડ ફટકારી સજા કરવામાં આવેલ ડીઝલ ચોરીને કાનૂની રીતે આર્થિક ગુનો માનવામાં આવે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં, ખાસ કરીને મોટા પાયે પાઇપલાઇન ટેપિંગ, કાળા બજારમાં વેચાણ, કરચોરી અથવા ઇંધણમાં ભેળસેળ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાય ત્યારે તેને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ તરીકે પણ ગણવામાં આવે છે. આવા ગુનાઓ સરકારના ખજાનાને ભારે નુકસાન પહોંચાડે છે, પુરવઠા વ્યવસ્થાને ખોરવી નાખે છે અને રાષ્ટ્રીય અર્થતંત્ર પર નકારાત્મક અસર કરે છે. તેથી, આવા ગુનાઓને સામાન્ય ચોરી કરતાં ઘણી વધુ ગંભીરતાથી લેવામાં આવે છે ભાવનગર રેલ્વે સ્ટેશન વરતેજ માંથી ચોરી કરાયેલું ૧૫૦ લીટર ડીઝલ ની ચોરી ની આર.પી. યુ.પી ની કલમ ૩ હેઠળ ની ફરિયાદ માં રેલ્વે કોર્ટે , ભાવનગર માં નામદાર જજ શ્રી વાય.પી શાહ સાહેબ એ ઝડપી કેસે ચલાવી , આરોપી ને સજા કરવામાં આવી અને આરોપીઓ ને કડક રીતે રૂપિયા ૪૦,૦૦૦/- દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *