સુરતમાં બનતી વારંવાર અકસ્માતની ઘટનાઓ
હજીરા ઓએનજીસી નજીક એલ એન્ડ ટી કંપનીની બસને અકસ્માત
29 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા
સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના હજીરા ઓએનજીસી નજીક એલ એન્ડ ટી કંપનીની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ ટ્રક પાછળ અથડાતા 29 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
સુરતના હજીરા વિસ્તારમાં ઓએનજીસી નજીક આજે એલ એન્ડ ટી કંપનીની બસને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર ઉભેલા ટ્રક સાથે બસ પાછળથી અથડાતા બસમાં સવાર 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે એલ એન્ડ ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તો પ્રાથમિક માહિતી મુજબ તમામને નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
