માંડવી તાલુકા મથકે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

Featured Video Play Icon
Spread the love

માંડવી તાલુકા મથકે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
માંડવી કોર્ટમાં કુલ પેન્ડિંગ ૧૨૪૭ કેસો
રાષ્ટ્રીય લોક અદાલતમાં ૫૩૪ કેસોનો નિકાલ

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન તથા વડપણ હેઠળ માંડવી કોર્ટમાં કુલ પેન્ડિંગ ૧૨૪૭ કેસો પૈકી રાષ્ટ્રીય લોક અદાલતમાં ૫૩૪ કેસોનો નિકાલ નામદાર સર્વોચ્ચ અદાલત તથા નામદાર ગુજરાત વડી અદાલત તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન તથા વડપણ હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ માંડવી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ન્યાયની અનોખી સિધ્ધી હાંસલ કરવામાં આવી છે.

માંડવી તાલુકા મથકે રાષ્ટ્રીય લોક અદાલત તારીખ ૧૧ જુલાઈના રોજ તાલુકા કાનુની સેવા સમિતિના અધ્યક્ષ મનીષભાઈ એમ. બુધ્ધભટ્ટીના વરદ હસ્તે શુભારંભ કરી લોક અદાલતનો સવારે ૧૦:૩૦ કલાક શરૂઆત કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, ડોમેસ્ટીક વાયોલન્સ, સિવીલ દાવાઓ તથા ડી.જી.વી.સી.એલ.ગુના માંડવાળના કેસો સમાધાનકારી વલણ અપનાવી કુલ-૧૩૮ કેસો ફેંસલ કરવામાં આવ્યા હતા. જે કેસોમાં ર૩,૧૬,૨૯૬/- ની રકમની રીકવરી કરવામાં આવી હતી. વધુમાં, સ્પેશ્યલ સીટીંગ કેસોમાં કુલ્લે-૩૯૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ૨,૫૩,૫૦૦/-( અંકે રૂપીયા બે લાખ ત્રેપન હજાર પાંચસો પુરા) દંડ વસુલ કરેલ. આ લોક અદાલતમાં પ્લીડેડ ગીલ્ટી ફોજદારી કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, ડોમેસ્ટિક વાયોલન્સ તેમજ બેંક રીકવરી દાવાઓનો સમાવેશ થતો હતો. આ લોક અદાલતમાં પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ મનીષભાઈ એમ.બુધ્ધભટ્ટી અને નાઝરશ્રી સં દીપભાઈ પંચાલ તથા કોર્ટ સ્ટાફ અને માંડવી વકીલ બારના પ્રમુખશ્રી પ્રતાપભાઈ શર્મા અને વકીલ બારના અન્ય સીનીયર તથા જુનીયર વકીલશ્રીના સહયોગથી લોક અદાલતને સફળ બનાવવામાં યોગદાન આપ્યુ હતું.

આ લોક અદાલતમાં પ્રિલિટીગેશન લોકઅદાલતનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ડી.જી.વી.સી.એલ, એસ.બી.આઈ. બેંક ઓફ બરોડા, આઈ.ડી.બી.આઈ. બેંક, ગુજરાત ગ્રામીણ બેંક તથા અન્ય ફાઈનાન્સ કંપનીઓએ ભાગ લઈ વિવિધ કેસોનો નિકાલ કરી ન્યાયની તાત્કાલિકતા સિધ્ધ કરી હતી. અને પ્રિલિટીગેશનમાં કુલ્લે २०१ કેસોનો સુખદ સમાધાનકારી વલણથી નિકાલ કરવામાં આવ્યો હતો. અને કુલ્લે રકમ ૨૪,૬૫,૯૬૯/- (અંકે રૂપીયા ચોવીસ લાખ પાંસઠ હજાર નવસો છાસઠ પુરા) ની રકમનો એવોર્ડ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં વકીલ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ શર્મા, નાઝર સંદીપભાઈ પંચાલ, અન્ય સ્ટાફ તથા સિનિયર તથા જુનિયર નો સહયોગ થકી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *