ભાવનગર બોરતળાવ મફતનગરમાં જુગાર રમતા ૯ વ્યક્તિ ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર બોરતળાવ મફતનગરમાં જુગાર રમતા ૯ વ્યક્તિ ઝડપાયા
ઝડપાયેલ જુગારીઓમાં એક કિન્નર તથા મહિલાનો પણ સમાવેશ

ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે બોરતળાવનાં કાંઠે આવેલ મફતનગરમાં જુગારની બાજી માંડીને બેસેલ એક કિન્નર તથા એક મહિલા તથા ૭ શખ્સો મળી કુલ ૯ વ્યક્તિ પોલીસનાં હાથે રંગેહાથ ઝડપાયા છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ શહેરના ડી ડિવિઝન પોલીસ મથકનાં જવાનો પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે બોરતળાવના કાંઠે આવેલ મફતનગરમાં ડાબા – જમણાં ડુંગરની ગાળીમાં રેડ કરતા એક મહિલા તથા એક કિન્નર સહિત નવ વ્યક્તિઓ ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીના જુગારની બાજીમાં મગ્ન મળી આવ્યા હતા. જેમાં યોગેશ ઉર્ફે દુડી મનજી ડાભી,અજય મહિપતસિંહ જાડેજા, મહેશ મનસુખ મકવાણા,જનક ઉર્ફે ગોપાલ ચંદુલાલ ગોહિલ,પંકજ ગણપત રાઠોડ, મોન્ટુ રમેશ ભેડા, ભાવેશ ધનુ પરમાર, મીના વિજય બાવળીયા, અને સુનિલ ઉર્ફે નિકિતા કુંવર -કિન્નર બટુક પરમારનાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા ૧૭,૫૩૦ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *