સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે ઢોરમાર માર્યા,
જાનથી મારી નાખવા અને પિસ્તોલ તાકવા બાબતે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે ઢોરમાર માર્યા, જાનથી મારી નાખવા અને પિસ્તોલ તાકવા બાબતેની ફરિયાદ ચુડા પોલીસ મથકે નોંધાઇ
મળતી માહિતી મુજબ સમઢિયાળા ગામે ભોગાવામા કાળા પથ્થરની લીઝ આવેલી છે ત્યારે આ બાબતે યશપાલસિહ નવલસિંહ રાઠોડ જેઓ સમઢિયાળા ગામનાજ છે જેઓના જણાવ્યા મુજબ રાત્રેના સમયે જેઓ પોતાની બ્લેકટ્રેપની ખાણમાં મહેતાજીનુ કામ કરતા ઘનશ્યામભાઈ ધીરૂભાઈ રાઠોડે યશપાલસિહ એટલે કે મને જણાવ્યું હતું કે જેઓની આ ખાણમાંથી ડમ્પર ભરી પથ્થર લઈ જતા હતા ત્યારે એકાએક અજાણ્યા માણસ દ્વારા ડમ્પર રોકવામાં આવેલ ત્યારે હું તાત્કાલિક ખાણ તરફ કાલ લઈ પહોંચી ગયેલ ત્યારે અલ્પેશભાઈ મનસુખભાઇ ધરજીયા જેઓ પોતાનું બાઈક રસ્તા વચ્ચે આડું રાખીને હાથમાં પિસ્તોલ લઈને ઉભા હતા ત્યારે આ બાબતે યશપાલસિહ દ્વારા આ ડમ્પર રોકવાનું કારણ પુછતાં અલ્પેશભાઈ દ્વારા વળતા જવાબમાં જણાવ્યું કે જો તમારે ડમ્પર ચલાવવું હોય તો મને હપ્તો નહી આપવો પડશે અને આ બાબતે યશપાલસિહએ કહયુ, શેનો હપ્તો તો અલ્પેશભાઈ દ્વારા ગાળા ગાળી આપી હતી અને બંને વચ્ચે ઝપાઝપી થવા પામી હતી આ બાબતની જાણ યશપાલસિંહ ના પિતા નવલસિંહને થતા નવલસિંહ દ્વારા 112 માં ફોન કરવામાં આવ્યો હતો ત્યારે 112 વાન આવતાની સાથે જ અલ્પેશના હાથમાં રહેલી પિસ્તોલ ઝુટવી લીધી હતી અને પુરા પોલીસ મથક ખાતે આ પિસ્તોલ સાથે દોડી ચૂક્યા હતા અને આ બાબતની જાણ ચુડા પોલીસ મથકે કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા ચેક કરતા આ પિસ્તોલ અંદરથી એક જીવતો કારતૂસ મરી આવ્યો હતો, આ બાબતે ચુડા પોલીસ મથકમાં હપ્તા ઉઘરાવવા , ઢોરમાર માર, જાનથી મારી નાખવા અને પિસ્તોલ તાકવા બાબતેની ફરિયાદ નોંધાઈ હતી અત્યારે આ બાબતે ચુડા પોલીસ દ્વારા ધારા ધોરણ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે જોવાનું કે રહ્યું અલ્પેશ પાસેથી પિસ્તોલ ક્યાંથી આવી, કોણે આપી, અને છે, તો કેટલા સમયથી છે, સંપૂર્ણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે…
