નવરાત્રી પર્વ દરમિયાન સુરત પોલીસ એક્શનમાં

Featured Video Play Icon
Spread the love

નવરાત્રી પર્વ દરમિયાન સુરત પોલીસ એક્શનમાં
વરાછા પોલીસની શી ટીમ અને ડી-સ્ટાફ દ્વારા ચેકિંગ
બીઆરટીએસ સ્ટેશન અને બસોમાં શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ
નવરાત્રીમાં નાગરિકોની સુરક્ષા માટે પોલીસ સતર્ક

નવરાત્રી પર્વ દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત પોલીસ એક્શનમાં આવી હોય તેમ વરાછા પોલીસની શી ટીમ અને ડી-સ્ટાફ દ્વારા બીઆરટીએસ સ્ટેશન તેમજ બીઆરટીએસ બસોમાં શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નવરાત્રીના તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા વરાછા પોલીસ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વરાછા પોલીસની શી ટીમ અને ડી-સ્ટાફે બીઆરટીએસ સ્ટેશન તેમજ બસોમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી હતી. ચેકિંગની સાથે પોલીસ દ્વારા મુસાફરોને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તહેવારના માહોલમાં નાગરિકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરી શકે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *