સુરત પાંડેસરાના મણિનગરમાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરત પાંડેસરાના મણિનગરમાં આગ
ગાયના તબેલામાં મોડી રાત્રે આગ લાગતા ભાગદોડ
તબેલા માલિકે આગ લગાડાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરાના મણિનગરમાં ગાયના તબેલામાં મોડી રાત્રે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો તબેલા માલિકે આગ લગાડાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મણિનગરમાં ગાયના તબેલામાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. મણિનગર પાસે આવેલા ગાયના તબેલામાં ભીષણ આગ લાગતા તબેલા માલિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે અજાણ્યા ઇસમોએ આગ લગાડી છે. અને કહ્યુ હતુ કે 20 વર્ષથી ત્યાં જ ગાયનો તબેલો ચલાવીએ છીએ પરંતુ આજ સુધી આવી કોઈ ઘટના નહીં બની નથી. આગની ઘટનામાં બે થી ત્રણ ભેસોને ગંભીર ઇજાઓ થઈ હોય અને આશરે 70 થી 80 હજારની આસપાસ નુકસાન થયું છે. તો તબેલા માલિક દ્વારા નિષ્પક્ષ તપાસ અને આવા કૃત્ય કરનારા સામે કાર્યવાહીની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *