ભાવનગરમાં વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનની નવી શાખા
વિદેશ જવા ઈચ્છુક યુવાનો માટે સ્થાનિક સ્તરે ઉત્તમ તક
ઇમિગ્રેશન ક્ષેત્રમાં વિશ્વાસ, પારદર્શિતા અને વ્યાવસાયિક સેવાઓ માટે જાણીતી ‘વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા ભાવનગરમાં પોતાની નવી શાખાની સત્તાવાર શરૂઆત કરી દેવામાં આવી છે. વાઘાવાડી રોડ પર સ્થિત અક્ષરવાડી સામે આવેલા વિક્ટોરિયા અક્ષર કોમ્પ્લેક્સમાં ૩ ઓગસ્ટથી શાખાની કામગીરી પૂર્ણ શિદ્દતથી કાર્યરત થઈ ગઈ છે. આ નવી શાખાના પ્રારંભથી ભાવનગર સહિત આસપાસના વિસ્તારોના યુવાનો, કુશળ વ્યાવસાયિકો અને પરિવારોને વિદેશમાં કારકિર્દી તેમજ ઇમિગ્રેશન સંબંધિત નિષ્ણાત માર્ગદર્શન હવે પોતાના જ શહેરમાં સરળતાથી ઉપલબ્ધ બન્યું છે.
રાજકોટથી પોતાની સફળ વ્યવસાયિક સફર શરૂ કરનાર આ કંપની આજે સમગ્ર ગુજરાતમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે. ભાવનગર શાખાના સફળ પ્રારંભ બાદ આગામી દિવસોમાં કંપની દ્વારા પોરબંદર અને અમદાવાદ ખાતે પણ નવી શાખાઓ શરૂ કરવાની આયોજનબદ્ધ તૈયારીઓ ચાલી રહી છે. પારદર્શક પ્રક્રિયા, યોગ્ય અને કાયદેસરનું માર્ગદર્શન તેમજ ગ્રાહકકેન્દ્રિત સેવાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કંપની ગુજરાતમાં પોતાની હાજરી સતત મજબૂત બનાવી રહી છે. ઇમિગ્રેશન ક્ષેત્રે વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા કંપનીના સ્થાપકો શ્રીમતી હેતલ રાવલ અને શ્રીમતી મીનલબા સોલંકીના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં અનેક અરજદારોએ વિદેશમાં રોજગાર અને સ્થાયી થવાના સપના સાકાર કર્યા છે. તેમની વિશ્વસનીય કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું હતું, જેમાં કંપનીએ ઇઝરાયેલ માટે ૭૬ ઉમેદવારોની MATAS મંજૂરી સફળતાપૂર્વક પૂર્ણ કરાવી હતી. આ તમામ ઉમેદવારોને મુંબઈ સ્થિત ઇઝરાયેલ એમ્બેસી ખાતે અંતિમ વિઝા મંજૂરી માટેની એપોઇન્ટમેન્ટ પણ મળી ગઈ છે અને તેઓની વિઝા પ્રક્રિયા હવે આખરી તબક્કામાં છે.
વન સ્ટોપ ઇમિગ્રેશન દ્વારા મુખ્યત્વે ઇઝરાયેલ, યુનાઇટેડ કિંગડમ (UK), કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો માટે વર્ક વિઝા, વિઝિટર વિઝા તેમજ વિવિધ ઇમિગ્રેશન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, વિદેશ અભ્યાસ કે કામકાજ માટે અનિવાર્ય એવી IELTS અને PTE જેવી આંતરરાષ્ટ્રીય અંગ્રેજી પરીક્ષાઓ માટે પણ નિષ્ણાતો દ્વારા કોચિંગ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ભાવનગર શાખાના બ્રાન્ચ મેનેજર શ્રીમતી પ્રિયંકા ચિરાગ શુક્લા સ્થાનિક અરજદારોને વ્યક્તિગત કાઉન્સેલિંગ, દસ્તાવેજોની ચકાસણી અને પ્રક્રિયાના દરેક તબક્કે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. કંપની વ્યવસ્થાપન દ્વારા ભાવનગર અને આસપાસના વિસ્તારના નાગરિકોને નવી શરૂ થયેલી શાખાની રૂબરૂ મુલાકાત લઈ નિઃશુલ્ક પ્રાથમિક માર્ગદર્શન મેળવવા માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
