મહુવા બામણીયા સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો
ચૂંટણી પૂર્વે પરિવર્તન પેનલ દ્વારા જાહેરસભાનું આયોજન
સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોળીયા સહિત 16 ઝોનના ઉમેદવારો ઉપસ્થિત
પરિવર્તન પેનલના ઉમેદવારોએ જાહેરસભામાં શક્તિપ્રદર્શન કર્યું
મહુવા બામણીયા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પરિવર્તન પેનલ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોળીયા સહિત પરિવર્તન પેનલના તમામ 16 ઝોનના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
મહુવા પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. બામણીયા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના પડઘા વચ્ચે પરિવર્તન પેનલ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેરસભામાં સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોળીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉવા ઝોનના ઉમેદવાર જીતુ વાસીયા, મહુવા ઝોનના ઉમેદવાર જીગર નાયક સહિત પરિવર્તન પેનલના તમામ 16 ઝોનના ઉમેદવારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મોહન ઢોળીયા દ્વારા પરિવર્તન પેનલના તમામ ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જાહેરસભામાં મોટી સંખ્યામાં સુગરના સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા બામણીયા સુગર ફેક્ટરી સાથે આશરે 19 હજાર સભાસદો જોડાયેલા છે અને વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું મતદાન ટૂંક સમયમાં યોજાનાર છે.
તચૂંટણી નજીક આવતાં બંને પેનલ વચ્ચેનો રાજકીય જંગ વધુ રસપ્રદ બન્યો છે. હવે મતદાન બાદ સભાસદોનો કૌલ કોના પક્ષમાં જાય છે અને નવી પેનલ આવે છે કે વર્તમાન પેનલનું પુનરાવર્તન થાય છે, તે ચૂંટણીના પરિણામ બાદ સ્પષ્ટ થશે.
