સુરત પીસીબીએ 25 વર્ષથી ફરાર ઈનામી આરોપીને ઝડપી પાડ્યો
2001ના ઉધના પેટ્રોલ પંપ લૂંટ-હત્યા કેસમાં આરોપી ઝડપાયો
પેટ્રોલ પંપ લૂંટ દરમિયાન મેનેજરની હત્યાના ગુનામાં હતો ફરાર
નક્સલવાદી વિસ્તારમાંથી સુરત પોલીસે આરોપીને દબોચ્યો
સુરત પીસીબી પોલીસે વર્ષ 2001માં ઉધના વિસ્તારમાં પેટ્રોલ પંપ પર લૂંટ અને ફાયરિંગ દરમિયાન મેનેજરની હત્યાના ગુનામાં છેલ્લા 25 વર્ષથી ફરાર ઈનામી આરોપીને નક્સલવાદી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
સુરતની પીસીબી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2001 ઉધનાના પેટ્રોલ પંપ પર હથિયારો સાથે લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ દરમિયાન થયેલા ફાયરિંગમાં પેટ્રોલ પંપના મેનેજરનું મોત થયું હતું. આ ગંભીર ગુનામાં આરોપી મિથિલેશ મેનેજર સિંગ ભીમિહાર છેલ્લા 25 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો. આરોપી નક્સલવાદી વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળતા પીસીબીની ટીમે અનોખી રણનીતિ અપનાવી હતી. પોલીસ કર્મચારીઓએ પોસ્ટમેનનો વેશ ધારણ કર્યો હતો અને અલગ અલગ ટપાલના થેલા સાથે આરોપીના સરનામાનું ટપાલ કવર તૈયાર કર્યું હતું. ટપાલ પહોંચાડવાના બહાને પોલીસ ટીમ ગામમાં પહોંચી હતી અને ઘરે-ઘરે સરનામાંની પૂછપરછ કરી હતી. આખરે આરોપીનું ચોક્કસ ઠેકાણું મળતા પીસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો પાડ્યો હતો અને સુરત લાવવામાં આવ્યો હતો. વધુમાં ખુંખાર આરોપી મિથિલેશ મેનેજર સિંગ ભીમિહાર સામે લિંબાયતમાં બળાત્કાર અને અપહરણના ગુનામાં પણ કાર્યવાહી થઈ ચૂકી હતી અને તે જામીન બાદ ફરાર થયો હતો.
