સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
લિંબાયતમાં વાહનમાં કરાયેલ નુકશાનની ઘટના સીસીટીવીમાં કેદ
રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ લિંબાયતમાં વાહનમાં કરાયેલ નુકશાનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક યુવક દ્વારા પાર્ક કરેલી મોપેડને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માહિતી મુજબ યુવક અચાનક આવી મોપેડને લાતો અને હાથથી માર મારી નુકસાન પહોંચાડતો જોવા મળે છે. ઘટનાથી વિસ્તારમાં રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ આ પ્રકારની ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી આધારે યુવકની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
