માંડવી બસ ડેપો પરથી ત્રણ માસૂમ બાળકો મળી આવ્યા
સુરતથી એસટી બસમાં બેસેલા બાળકો ઊંઘમાં માંડવી પહોંચી ગયા
એસટી સ્ટાફની સતર્કતાથી 112ને જાણ કરાઈ
માંડવી પોલીસે પરિવારનો સંપર્ક કરી ત્રણેય બાળકોનું મિલન કરાવ્યું
માંડવી બસ ડેપો પરથી ત્રણ માસૂમ બાળકો મળી આવ્યા હતા. એસટી સ્ટાફની સતર્કતાના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ માંડવી પોલીસે બાળકોના વાલી-વારસનો સંપર્ક કરી ત્રણેય બાળકોને સલામત રીતે પરિવારજનોને સોંપ્યા હતા.
માંડવી બસ ડેપો ખાતે રાત્રિના સમયે સુરતથી એસટી બસમાં આવેલા ત્રણ બાળકો ઊંઘી ગયા હતા અને બસ માંડવી પહોંચી હતી. ડેપો મેનેજર વિનયભાઈ ગામીત સહિત એસટી સ્ટાફે બાળકોની પૂછપરછ કરતા તેઓ કરજણ તાલુકાના લખતર, વડોદરા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું. બાળકોના નામ સોનલ, ઉંમર 10 વર્ષ, રિદ્ધિ, ઉંમર 5 વર્ષ અને ભલા, ઉંમર 3 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. એસટી સ્ટાફે તાત્કાલિક 112ને જાણ કરી હતી. ત્યારબાદ બાળકોને માંડવી પોલીસ મથકે લઈ જવાયા હતા. પોલીસે વાલી-વારસનો સંપર્ક કરી ત્રણેય બાળકોને તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. આ કામગીરીમાં માંડવી ટાઉનના જમાદાર તૃષિતભાઈ ચૌધરી, ચીમનભાઈ ચૌધરી, ભદ્રેશભાઈ વસાવા અને અનિલભાઈ જોડાયા હતા
