રાજકોટનો લોકમેળો રેસકોર્ષમાં જ યોજવાનો નિર્ણય
તારીખ 14 થી 18 ઓગષ્ટ પાંચ દિવસનો મેળો યોજાશે,
સ્થળ બદલવાની વિચારણા કરાતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો
રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાના સ્થળ મામલે અસમંજસ ચાલી રહી હતી ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ મેદાનમા તારીખ 14 થી 18 ઓગષ્ટ દરમિયાન લોકમેળો યોજવાની જાહેરાત કરવામા આવી છે.
રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ છેલ્લા એક વર્ષથી મેળાનું સ્થળ બદલીને સ્માર્ટ સીટી ગણાતા અટલ સરોવર પાસે યોજવા માટેની માંગણી કરી હતી. તો સામાજિક આગેવાને રેસકોર્ષ અથવા શાસ્ત્રી મેદાનમાં જ મેળો યોજવાની માગ કરી હતી. અંતે રાજકોટ તંત્ર દ્વારા તારીખ 14 થી 18 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસનો મેળો રેસકોર્ષ મેદાનમાં જ યોજવાનો નિર્ણય કરાયો છે. લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે 5 દિવસ દરમિયાન લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ, પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા.9 થી તા.13 જૂન દરમિયાન ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત શહેર-1 જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના 11 થી બપોરના 16 કલાક દરમિયાનમાં 200 રૂપિયા ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે.
યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર ઈ,એફ,જી,એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. કેટેગરી જે અને કે નું ફોર્મ ભરનાર અરજદારએ રાજકોટ મહાનગરપાલિકાનો રેસકોર્સ મેદાન ખાતેનો એલોટમેન્ટ લેટર રજુ કરવાનો રહેશે ત્યાર બાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. જે અને કે કેટેગરીમાંથી કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકાશે. જેમાં કેટેગરી જે તથા કે માટેના પ્રવેશદર મહત્ત..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
