સુરત કાપોદ્રામાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી
ખિસ્સામાંથી રોકડ તથા દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ચોરી
રીઢાઓની ટોળકીના મુજુમિલ અશફાક સાવાણીને ઝડપ્યો
સુરતમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સામાંથી રોકડ તથા દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરનાર રીઢાને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
સુરતમાં રોજેરોજ રીક્ષામાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચુકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા તથા કિંમતી વસ્તુઓની ચોરી કરનાર રીઢાઓની ટોળકીના મુજુમિલ અશફાક સાવાણીને ગાયત્રી ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી તેની પાસેથી રોકડ 20 હજાર તથા રીક્ષા સહિતની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
