સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી
જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતો એક વીડિયો વાયરલ
એક વ્યક્તિએ રીલ બનાવી હોવાનો દાવો કરાયો
દક્ષિણ ગુજરાતની આધુનિક ગણાતી સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી હોય તેમ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિએ રીલ બનાવી હોવાનો દાવો કરાયો છે.
વીઓ: સુરતની અદ્યતન લાજપોર જેલની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ જેલના પ્રતિબંધિત વિસ્તારમાં એક વ્યક્તિએ રીલ બનાવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. સવાલ એ છે કે કડક સુરક્ષા વ્યવસ્થા ધરાવતી જેલના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ પહોંચ્યો કેવી રીતે અને રીલ બનાવવાની મંજૂરી કોણે આપી ? આ ઉપરાંત જેલમાંથી હત્યાના કાવતરાં રચાયા હોવાના અગાઉના મામલાઓ વચ્ચે ફરી એકવાર લાજપોર જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હવે વાયરલ વીડિયોની તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
