બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ

Featured Video Play Icon
Spread the love

બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ
સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ
પત્રકાર પરિષદમાં વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી

બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

ચૂંટણી પંચની કામગીરીને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપોનો ભાજપે વિરોધ કર્યો હતો.ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરતું નથી તેવો અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્રણેય મુખ્ય ચૂંટણી કમિશનરોના સંયુક્ત નિવેદનનો હવાલો આપતા ભાજપે કહ્યું કે ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મતભેદ નથી અને નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે. વિપક્ષ ચૂંટણીમાં જીતે ત્યારે ચૂંટણી પંચની કામગીરી યોગ્ય ગણાવે છે, જ્યારે હાર થાય ત્યારે આક્ષેપો કરે છે તેવો ભાજપે દાવો કર્યો હતો. EVM અને ચૂંટણી પંચ સામેના આક્ષેપોને પણ ભાજપે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *