સુરત કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો મોરચો
‘વોટ ચોર, ગાદી છોડ’ના નારા સાથે કાર્યકરોનો વિરોધ
ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ
મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ કોંગ્રેસે મોરચો માંડતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વોટ ચોર ગાદી છોડ ના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. અને ચૂંટણી પંચ તથા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
સુરત જિલ્લા કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો હતો. વોટ ચોર ગાદી છોડના નારા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા હતાં. કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને સમગ્ર મામલે પારદર્શિતા તથા જવાબદારીની માંગ કરી હતી. વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કથિત વોટ ચોરીના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતાં. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહી મૂલ્યો સાથે ચેડા થઈ રહ્યા છે અને તાનાશાહીભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કલેક્ટર કચેરીએ એકત્ર થતાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
