શિશુવિહાર સર્કલમાં ધંધાકીય હરીફાઈને લઈને બે વ્યક્તિ પર હુમલો

Featured Video Play Icon
Spread the love

શિશુવિહાર સર્કલમાં ધંધાકીય હરીફાઈને લઈને બે વ્યક્તિ પર હુમલો
ત્રણથી વધુ હુમલાખોરોએ યુવાન તથા આધેડને માર મારી રોકડ રકમની લૂંટ ચલાવી

ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ વિસ્તારમાં ધંધાકીય હરીફાઈને લઈને એક યુવાન તથા આધેડ પર પિતા પુત્ર સહિતનાઓએ હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ જતા ઈજા ગ્રસ્તોને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા અને શિશુવિહાર સર્કલ વિસ્તારમાં શેરડી નો તથા ચા ની લારી ધરાવતા જયદેવ મુકેશભાઈ ઢાપા ઉંમર વર્ષ 25 તેના બનેવી સાથે ચા ની લારી ચલાવે છે આ સર્કલમાં જ રફીક, અબુ, અલ્ફાઝ નામના પિતા પુત્રો પણ ચા ની લારી ધરાવતા હોય આ બંને વચ્ચે ધંધાકીય હરીફાઈ ચાલતી હોવાના કારણે આજરોજ સવારના સમયે રફીક તથા તેના બંને પુત્રો અને બીજા અજાણ્યા શખ્સો પાઇપ તલવાર ધોળકા છડી જેવા હથિયારો સાથે આવી જયદેવ તથા રસિક બટુક લાલ જોગી ઉંમર વર્ષ 56 તથા અન્ય વ્યક્તિ પર હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રત આધેડ તથા યુવાનને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજના વિડીયો વાયરલ થયા છે ઉપરાંત હુમલાખોરોએ ચા ની લારી ના ગલ્લામાંથી રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પણ ઇજાગ્રસ્તે જણાવ્યું હતું. સમગ્ર બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *