સુરત વરાછામાં સસ્તું સોનું આપવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછામાં સસ્તું સોનું આપવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી
વેપારી સાથે કરોડોની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો
સસ્તા સોનાની લાલચ આપી વેપારીને ઠગનાર ઠગ પોલીસ સકંજામાં

સુરતના વરાછામાં સસ્તું સોનું આપવાની લાલચ આપી વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર ઠગને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોકકુમાર અને મદદનીશ પોલીસ કમિશનર પટેલની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ વીડી માળી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિજયસિંહ, હરપાલસિંહ અને અપોકો સંદીપભાઈને મળેલી બાતમીના આધારે વરાછામાં સસ્તુ સોનુ અપાવવાના બહાને ગુનાહિત ઠગાઈ આચરનાર ઠગ એવા પરેશ રણછોડ ડોબરીયાને બોટાદ વિસ્તારમાંથી ઝડપી પાડી સુરત લાવી તેની પાસેથી 64 લાખ 91 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને મુદ્રા પોર્ટ પરથી સસ્તુ સોનુ અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવી ઠગાઈ આચરી હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *