સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
રામનગર ખાતે પુરપાટ દોડતી કારના ચાલકે કાબુ ગુમાવ્યો
કાબુ ગુમાવતા કાર 8 વખત ગોથા ખાઈ પલ્ટી મારી

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રામનગર ખાતે પુરપાટ દોડતી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર 8 વખત ગોથા ખાઈ પલ્ટી મારી ગઈ હતી જે ગમખ્વાર અકસ્માતને લઈ સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો. તો કાર ચાલક નશામાં હોવાનુ અને અકસ્માત બાદ કાર છોડી ભાગી ગયો હોવાનુ કહેવાય છે જો કે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.

સુરતમાં ફરી એક બેફામ કાર ચાલકે અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો હતો. રાંદેર રોડ રામનગર પાસે પુરપાટ ઝડપે દોડતી એક કાર અચાનક બેકાબૂ બની હતી અને રસ્તા પર એક બાદ એક આશરે 8 વખત ગોથાં ખાઈ પલટી મારી હતી. અકસ્મતમાં કારના કૂચા નીકળી ગયા હતા, જ્યારે કારનું એક વ્હીલ પણ છૂટું પડી ગયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો એવી ચર્ચા જોવા મળી હતી કે કાર ચાલક નશામાં હતો અને અકસ્માત બાદ કાર છોડી ભાગી છુટ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માત સર્જી ભાગેલા કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *