સુરતમાં દુષ્કર્મ જેવા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
અમદાવાદના બળાત્કાર, ચોરી, છેતરપિંડી સહિતના
કેસમાં ભાગતા ફરતા આરોપીની મુંબઇથી ધરપકડ
ફરાર આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી
અમદાવાદના ઈસનપુર પોલીસ મથકમાં બળાત્કાર અને છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરતની ભેસ્તાન પોલીસે ઝડપી પાડી તેનો કબ્જો અમદાવાદની ઈસનપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ અને નાયબ પોલીસ કમિશનર ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન દ્વારા નાસતા ફરતા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓઓને પકડી પાડવા આપેલી સુચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ મથકના પી.આઈ. કે.પી. ગામેતા તથા સેકન્ડ પી.આઈ. જે.એમ. સોલંકી ના નેજા હેઠળ પી.એસ.આઈ. એસ.જી. ચૌહાણ તથા એચ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદિપસિંહ ફતેસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદિશસિંહએ બાતમીના આધારે અમદાવાદના ઈશનપુર પોલીસ મથકમાં બળાત્કાર અને ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુંબઈ દહિસરના આર્યન સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો અમદાવાદની ઈસનપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.