સુરતના અમરોલી વિસ્તારમાં બોગસ ડોક્ટર

Featured Video Play Icon
Spread the love

સુરતના અમરોલી વિસ્તારમાં બોગસ ડોક્ટર
લાયકાત અને નોંધણી વગર એલોપેથી સારવાર આપતા બોગસ ડોક્ટર
પટેલ ક્લિનિક નામે ચાલતા દવાખાનામાંથી નકલી ડોક્ટરની ધરપકડ

સુરતના અમરોલી વિસ્તારમાં લાયકાત અને નોંધણી વગર એલોપેથી સારવાર આપતા બોગસ ડોક્ટર પર પોલીસે તવાઈ બોલાવી હોય તેમ પટેલ ક્લિનિક નામે ચાલતા દવાખાનામાંથી દવાઓ અને તબીબી સાધનો કબ્જે કરીને નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનની ટીમે છાપરાભાઠા તારવાડી વિસ્તારમાં પટેલ ક્લિનિક નામે ચાલતા દવાખાનામાં દરોડા પાડી બોગસ ડોક્ટર અજીત લલ્લારામ પટેલની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ક્લિનિકમાંથી 13 હજારથી વધુની એલોપેથી દવાઓ અને તબીબી સાધનો કબજે કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પાસે માન્ય મેડિકલ લાયકાત કે નોંધણી નહોતી, છતાં તે દર્દીઓની સારવાર કરતો હતો. આરોપી અગાઉ ઉત્તર પ્રદેશમાં એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને તે અનુભવના આધારે ક્લિનિક ચલાવતો હતો. હાલ અમરોલી પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *