મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં મોહન ભાગવતના ‘મનની વાત’

Featured Video Play Icon
Spread the love

મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં મોહન ભાગવતના ‘મનની વાત’
Gen Z અને Gen Alpha પર વિશ્વાસ.
સવાલ પુછવો, અવાજ ઉઠાવવો લોકતાંત્રિક અધિકાર.

મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનું કહેવું છે કે જેન-જી અને જેન-આલ્ફા, જૂની પેઢી કરતાં પણ વધુ દેશભક્ત અને ઇમાનદાર છે. તેમણે કહ્યું- આપણે તેમની વાત સાંભળવી જોઈએ. તેમની સાથે વાતચીતમાં કમી હતી, એટલા માટે દિલ્હીના જંતર-મંતર પર આંદોલન થયું.

આ કાર્યક્રમ મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાઈ રહ્યો છે. તેનું આયોજન ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટ નેશન્સ એટલે કે IIMUN દ્વારા તેની 15 મી વર્ષગાંઠ પર કરવામાં આવ્યું છે. NEET પેપર લીક સામે દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ તેને RSSનો યુવાનો સાથેનો સૌથી મહત્વપૂર્ણ સંવાદ માનવામાં આવી રહ્યો છે. જંતર-મંતર પર 36 દિવસ ચાલેલા આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. ભાગવતે કહ્યું હતું- નવી પેઢીને આદેશ ન આપો, વાતચીત કરો મોહન ભાગવતે દિલ્હીમાં 20 જુલાઈએ વિદ્યાર્થીઓના પ્રદર્શનના 4 દિવસ પછી કહ્યું હતું કે આજની નવી પેઢી ઘણા પ્રશ્નો પૂછે છે. આપણે આદેશ આપવાને બદલે તેમની સાથે વાતચીત કરવી જોઈએ. આપણે મનમાની કરીશું, શક્તિથી બધાના માલિક બનીશું, એવું ન થઈ શકે.

મોહન ભાગવતે દિલ્હીમાં 20 જુલાઈએ વિદ્યાર્થીઓના પ્રદર્શનના 4 દિવસ પછી કહ્યું હતું કે આજની નવી પેઢી ઘણા બધા પ્રશ્નો પૂછે છે. આપણે આદેશ આપવાને બદલે તેમની સાથે વાતચીત કરવી જોઈએ. આપણે મનમાની કરીશું, શક્તિથી બધાના માલિક બનીશું, એવું ન થઈ શકે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશમાં પેપર લીકના મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા હતા. તેમના નિવેદનના 12 કલાક પછી શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *