મહારાષ્ટ્રના લુંટના ગુનામાં નાસતા ફરતા રીઢા લુંટારૂ આરોપીઓ
સુરતની એલસીબી ઝોન 6 ની ટીમે ઝડપી પાડ્યા
રીઢા લુંટારૂઓ મોહસીન ઉર્ફે નવ્વા શેખ અને અશરફ પઠાણને ઝડપ્યો
મહારાષ્ટ્રના નાસીક ગ્રામ્ય વાડીવ્હરે પોલીસ મથકમાં લુંટના ગુનામાં નાસતા ફરતા રીઢા લુંટારૂ આરોપીઓને સુરતની એલસીબી ઝોન 6 ની ટીમે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમારની સુચનાને લઈ એલસીબી ઝોન 6ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે એલસીબી ઝોન 6ની ટીમને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના નાસિક ગ્રામ્યના વાડીવ્હરે પોલીસ મથકમાં લુંટના ગુનામાં સંડોવાયેલા રીઢા લુંટારૂઓ મોહસીન ઉર્ફે નવ્વા શેખ અને અશરફ પઠાણને ઝડપી પાડી તેઓનો કબ્જો નાસીક ગ્રામ્યની વાડીવ્હરે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
