અમરોલીમાં ગટરિયા પાણીના ભરાવાથી લોકો પરેશાન

Featured Video Play Icon
Spread the love

અમરોલીમાં ગટરિયા પાણીના ભરાવાથી લોકો પરેશાન
ગૃહમ ચાર રસ્તા પાસે રસ્તા પર ફરી વળ્યું ગંદુ પાણી
નાયરા પેટ્રોલ પંપ પાસે ગટરિયા પાણીનો ભરાવો
ગંદા પાણીના ભરાવાથી વાહનચાલકોને હાલાકી

સુરતના અમરોલી વિસ્તારમાં ગટરિયા પાણીના ભરાવાથી સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થયા છે. અમરોલીના ગૃહમ ચાર રસ્તા પાસે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

સુરતના અમરોલી વિસ્તારમાં ગટરિયા પાણીના ભરાવાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમરોલીના ગૃહમ ચાર રસ્તા પાસે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં રસ્તા પર ગટરિયા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીમાંથી પસાર થવા માટે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બની રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવારની સમસ્યા છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી. ગટરિયા પાણીના કારણે દુર્ગંધ અને અસ્વચ્છતાની સમસ્યા પણ સર્જાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગટરિયા પાણીનો નિકાલ કરે અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *