અમદાવાદના છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના

Featured Video Play Icon
Spread the love

અમદાવાદના છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના
અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતાં મોત
ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી

અમદાવાદના એસજી હાઇવે છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતા ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત થયું છે જેને પગલે ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી

અમદાવાદના SG હાઇવે છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતાં મોત થયુ છે. તેમજ ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તથાા ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે. કથન નામનો 21 વર્ષીય યુવક ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે. કથન YMCA પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કથન રોજની જેમ વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની ઓફિસ જવા નીકળ્યો હતો. નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતા સવારે 6:30 વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેને લીધે કથન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવાન દીકરાનું મોત થતા પરિવારજનોને આઘાત લાગ્યો છે. તેમજ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના એસ. જી. હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વહેલી સવારે નીકળેલા કથન ખરચર નામનો યુવક ગાંધીનગરથી નોકરી પર જવા બાઇક લઇ નિકળ્યો હતો. જેમાં હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. યુવકને ટક્કર વાગતા જ તેનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જેમાં એસ.જી 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ શરૂ કરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *