એસએમસીમાં અનિયમિત હાજરી આપતા અધિકારી-કર્મચારીઓ સામે લાલ આંખ

Featured Video Play Icon
Spread the love

એસએમસીમાં અનિયમિત હાજરી આપતા અધિકારી-કર્મચારીઓ સામે લાલ આંખ
મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલ બાદ હાજરી ચકાસણી તેજ
સમયસર ફરજ પર હાજર ન થતા કર્મચારીઓ સામે કાર્યવાહીનો સંકેત

સુરત મહાનગરપાલિકામાં અનિયમિત અને સમયસર ફરજ પર હાજર ન થતા અધિકારી-કર્મચારીઓ સામે હવે લાલ આંખ કરાઈ હોય તેમ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલના આગમન બાદ પાલિકા કચેરીમાં હાજરી અને કામગીરીને લઈને ચકાસણી તેજ કરાઈ છે.

સુરત મહાનગર પાલિકાની કચેરીઓમાં સમયસર હાજર ન રહેતા અને ફરજ દરમિયાન પોતાના ટેબલ પર હાજર ન મળતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. મનપાના ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે જણાવ્યું હતું કે કર્મચારીઓની હાજરી અને કચેરીમાં તેમની હાજરીની રૂટિન પ્રોસિજર મુજબ તપાસ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન બાયોમેટ્રિક હાજરી સાથે ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. જો કોઈ કર્મચારી પ્રથમ વખત અનિયમિતતા કરતા જણાય તો તેને મેમો આપવામાં આવે છે. ત્યારબાદ પણ સુધારો ન થાય તો માસ્ટર સીએલ પર ઉતારવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે અને સતત અનિયમિતતા જોવા મળે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે નાના કર્મચારીથી લઈને મોટા અધિકારી સુધી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવતી હોવાનો મનપાના ડેપ્યુટી કમિશનરનો દાવો છે. જોકે હાલ તપાસનો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ ન હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. મનપા તંત્રના જણાવ્યા મુજબ આ પ્રકારની તપાસ નિયમિત પ્રક્રિયાનો જ એક ભાગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *