નવસારીમાં હવસખોર પિતાએ વહાલ સહી દીકરી પર જ દુષ્કર્મ ગુજાર્યું

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં હવસખોર પિતાએ વહાલ સહી દીકરી પર જ દુષ્કર્મ ગુજાર્યું
પિતા પુત્રીના સંબંધો પર કાલી ટીલી લગાવી

પિતા પુત્રીના પવિત્ર સંબંધોના ગુણગાન ગવાય છે. પિતા પુત્રીના અતૂટ લાગણી સભર સંબંધોનો જોટો જડતો નથી. પરંતુ કેટલાક હવસખોર પિતા એવા પ્રકારનું કૃત્ય કરે છે કે પિતા પુત્રીના સંબંધો પર કાલી ટીલી લગાવી દે છે. એવી જ ઘટના ઘટી છે નવસારી જિલ્લામાં કે જ્યાં અવસખોર પિતાએ પોતાની વહાલ સહી દીકરી પર જ દુષ્કર્મ ગુજાર્યું અને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે..

ભારતીય સંસ્કૃતિમાં અને લાગણીસભર સંબંધોમાં જ્યારે પારિવારિક સંબંધોની વાતો આવે છે ત્યારે પિતા પુત્રીના સંબંધોની અતૂટતા જીવનભર રહેતી હોય છે. દીકરી નાનપણથી જ પિતાની વહાલ સોયી હોય છે. બાળપણથી તો પરણીને અન્યત્ર પરિવારમાં જઈ ત્યાંથી માંડીને પિતાના અંતિમ કાળ સુધી પિતા માટે અધમ્ય પ્રેમ અને ચિંતા કરનારું વ્યક્તિ તરીકે દીકરી ભારતીય સમાજમાં પ્રસ્થાપિત થયેલી છે. એવા પવિત્ર સંબંધોને લજવતો કિસ્સો નવસારી જિલ્લામાં બન્યો છે. જ્યાં એક નિષ્ઠુર પિતાએ પોતાની પત્નીની ગેરહાજરીમાં દીકરી સાથે દુષ્કર્મ આચર્યું બીજાને જણાવશે તો મારી નાખવાની ધમકી શુદ્ધ આપી હતી પોલીસ ફરિયાદને પગલે ભૂખ્યા વરૂ સમાન બાપ ફરાર થઈ ગયો હતો જેને પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. લાડકોડ થી મોટી કરેલી દીકરી પર પિતાએ બળાત્કાર ગુજારતા માતા એ હિંમતભેર પોલીસ ફરિયાદ નોંધાવી છે અને અંતિમ શ્વાસ સુધીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે. પોલીસે કળિયુગી પિતા સામે પુરાવા ભેગા કરવા ની દિશામાં તપાસ શરૂ કરી છે યુવતીનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને પુરાવા ભેગા કરી વહેલામાં વહેલી ચાર્જશીટ દાખલ થાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *