સુરત વરાછામાં ચાલુ સિટી બસમાં હીરા દલાલનું ખિસ્સું કપાયું

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછામાં ચાલુ સિટી બસમાં હીરા દલાલનું ખિસ્સું કપાયું
નાના વરાછા ચોપાટીથી મિની બજાર જતી બસમાં હીરા ચોરી
ભીડનો લાભ ઉઠાવી ખિસ્સું કાપી હીરા ચોરી કર્યાની ઘટના
કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદની તજવીજ શરૂ

સુરતના વરાછા વિસ્તારમાં નાના વરાછા ચોપાટીથી મિની બજાર જતી ચાલુ સિટી બસમાં ભીડનો લાભ ઉઠાવી હીરા દલાલનું ખિસ્સું કાપી હીરા ચોરી કરી લેવાતા ચકચાર મચી હતી. હાલ બનાવને લઈ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

સુરતના નાના વરાછા ચોપાટીથી મિની બજાર તરફ જતી સિટી બસમાં મુળ સાવરકુંડલાના વતની અને હાલ સુરતમાં રહી હિરા દલાલી કરતા રસિકભાઈ જાની મુસાફરી કરી રહ્યા હતા. મીની બજાર ખાતે બસમાંથી નીચે ઉતરતી વખતે તેમને ખિસ્સું કપાયું હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા ખિસ્સામાં રાખેલા અંદાજે 40થી 50 હજાર રૂપિયાની કિંમતના હીરા અને ચિઠ્ઠી ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ભીડનો લાભ લઈ અજાણ્યા પોકેટમારે હીરા દલાલના ખિસ્સા પર હાથ સાફ કર્યો હતો. ઘટનાને પગલે રસિકભાઈ જાની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે અને બસમાં તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પોકેટમારને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *