કુંભારવાડા વિસ્તારમાં સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં યુવાનનું મોત
એક યુવાન ઈજાગ્રસ્ત : અકસ્માતમા બાળકનો આબાદ બચાવ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સર્જાયેલ ટ્રિપલ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કમમાટી ભર્યું મોત થયું હતું અને એક યુવાનને ઇજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે સર. ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અંગે ડી ડિવીઝન પોલીસે ટ્રક ચાલકને અટકમા લઈ તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામદેવનગર શેરી નંબર 1માં રહેતો ખુશ્બુરાજ સુરભા ગોહિલ પોતાનું બાઈક લઈને ખાતરવાડી વિસ્તારમાં આવેલ નવા પુલ પરથી પસાર થઈ રહ્યો હતો તેની સાથે એક નાનું બાળક પણ હતું ત્યારે અન્ય એક યુવાન મનોજ જેરામભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 28 રહે સર્વોદય સોસાયટી- હાદાનગર વાળો પણ બાઈક લઈને આ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બંન્ને બાઈક સામસામે અથડાતા ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં મનોજ પોતાના બાઈક પરથી ઉછળીને રોંગ સાઈડમાં રોડ પર પટકાતા સામેથી આવી રહેલ ટ્રકના વ્હીલતળે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે પુષ્પરાજ નાની મોટી ઇજા પહોંચી હતી આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો એ દરમિયાન કોઈએ આપાતકાલીન સેવા 108 ને જાણ કરતાં 108 સ્થળ પર દોડી આવી હતી આ અકસ્માતમા બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો તથા ઈજાગ્રસ્ત પુષ્પરાજને સારવાર અર્થે સર. ટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ બનાવની જાણ થતા ડી ડિવિઝન પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો . દરમિયાન અકસ્માત સર્જીનાર ટ્રક ચાલક ડી ડિવિઝન પોલીસે અટકમા લઈ તપાસ હાથ ધરી છે.
