ઉનામાં બનાવટી ફાયરિંગ મામલે ધારાસભ્ય કે.સી. રાઠોડ મેદાને.

Featured Video Play Icon
Spread the love

ઉનામાં બનાવટી ફાયરિંગ મામલે ધારાસભ્ય કે.સી. રાઠોડ મેદાને.
પોલીસ તપાસમાં ફેક ફાયરિંગના પર્દાફાશ બાદ ધારાસભ્યની પ્રતિક્રિયા.
નપા આપના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગનો કરાયો હતો દાવો

ગીર સોમનાથના ઉનામાં આપના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. નપા આપના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જે મામલે ઉનામાં બનાવટી ફાયરિંગ મામલે ધારાસભ્યકે.સી.રાઠોડ મેદાને આવ્યા છે

ગીર સોમનાથના ઉનામાં AAPના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. નપા AAPના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે પોલીસે દાવો કર્યો હતો કે પ્રાથમિક તપાસમાં ફાયરિંગ થયાના પુરાવા મળ્યા નથી. અજાણ્યા શખ્સોએ અજય બાંભણિયા પર ફાયરિંગ કર્યાનો આરોપ લાગ્યો છે. BJPના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માણસોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. અજય બાંભણિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અજય બાંભણિયાએ ઉના નપાના વોર્ડ નં.7 માંથી ઉમેદવારી નોંધાવી છે. ફાયરિંગ મામલે ઉનામાં બનાવટી ફાયરિંગ મામલે MLA કે.સી. રાઠોડ મેદાને આવ્યા છે, પોલીસ તપાસમાં ફેક ફાયરિંગના પર્દાફાશ બાદ ધારાસભ્યની પ્રતિક્રિયા આપી છે

ગીર સોમનાથના ઉના શહેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસ તપાસમાં ફાયરિંગના કોઈ પુરાવા ન મળતા આ મામલો શંકાના દાયરામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં પાલિકાના AAPના ઉમેદવાર અજય બાંભણિયા પોતાની કારમાં તપોવન પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમનો આરોપ છે કે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર અચાનક ફાયરિંગ કર્યું, હુમલાથી બચવા તેમણે સમયસૂચકતા વાપરી કાર દોડાવી મૂકી જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ફાયરિંગના કોઈ પણ પુરાવા કે કારતૂસ મળ્યા નથી. હકીકત જાણવા FSLની મદદ લેવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *