બનાસકાંઠા દાંતાના ગંગવા ગામે ગામે ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ
કોંગ્રેસ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની દારૂ ભરેલી કાર પકડાઈ
પોલીસે ગુનો નોંધી કુલ 1,50,712 નો મુદ્દામાલ જપ્ત કર્યો
દાંતા તાલુકાના ગંગવા સીટના ટોડા ગામે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મધરાત્રીએ વિદેશી દારૂ ભરેલી એક કાર પકડાઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોએ આ કારને ઝડપી પાડી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
દાંતા તાલુકાના ગંગવા સીટના ટોડા ગામે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે AAP ના ઉમેદવારે આક્ષેપ કર્યો છે કે દારૂ ભરેલી આ ગાડી કોંગ્રેસના ઉમેદવારની હતી. મધરાત્રીએ વિદેશી દારૂ ભરેલી એક કાર પકડાઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોએ આ કારને ઝડપી પાડી હતી. ઘટનાની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી કુલ 1,50,712 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હોવા છતાં આટલો વિદેશી દારૂ ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
