સુરતમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

સુરતમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ હતી. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે યોજાનારા આ વિશેષ કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

સુરતમાં આયુર્વેદા ફોર હેલધેર ટુમોરો થીમ સાથે 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું આયોજન આયુષ શાખા, જિલ્લા પંચાયત સુરત અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સુરત દ્વારા 23 સપ્ટેમ્બર 2026ના રોજ ચોક બજાર ખાતે આવેલ જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ તેજસ પરમાર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર દેવેન્‍દ્ર પ્રકાશ મીના, પૂર્વ કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ મહેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *