લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર,

Featured Video Play Icon
Spread the love

લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર,
સુરત સહિત કચેરીઓની કામગીરીને અસર

ગુજરાતમાં લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ગ્રેડ-પે સહિતની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ આંદોલન શરૂ કરતાં સુરત સહિત રાજ્યની જમીન દફતર કચેરીઓની કામગીરી પર અસર પડી છે. નાનપુરા બહુમાળી બિલ્ડિંગના સી બ્લોકમાં પણ કર્મચારીઓ હડતાળ પર છે.

ગુજરાતમાં લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સર્વેયરનો ગ્રેડ-પે 2400થી વધારી 2800 અને સિનિયર સર્વેયરનો ગ્રેડ-પે 2800થી વધારી 4400 કરવાનો સમાવેશ થાય છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, આ પ્રશ્ન લાંબા સમયથી પડતર છે અને ગ્રેડ-પેમાં સુધારા અંગે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ પણ અમલ નહીં થતાં કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આંદોલનના ભાગરૂપે 11થી 18 સપ્ટેમ્બર દરમિયાન પેનડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે માસ સીએલ અને 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 4 હજાર જેટલા કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા હોવાના અહેવાલ છે. હડતાળના કારણે જમીન માપણી, રી-સર્વે, સિટી સર્વે, ટીપ્પણ, નકશાની નકલ અને પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરીને અસર થઈ રહી છે. તેના કારણે જમીન અને મિલકત સંબંધિત કામ માટે કચેરીએ આવતા અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં નાનપુરા બહુમાળી બિલ્ડિંગના સી-બ્લોકમાં આવેલી લેન્ડ રેકર્ડ કચેરીમાં પણ આ હડતાળની અસર જોવા મળી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *