સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બાઈકમાં આગ
પાંડેસરા મારૂતિનગરમાં અજાણ્યાએ ઘર બહાર પાર્ક કરેલી બાઈકમાં આગ
પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડ્યા
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા મારૂતિનગરમાં અજાણ્યાએ ઘર બહાર પાર્ક કરેલી બાઈકમાં આગ લગાડી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના પાંડેસરામાં મારૂતિ નગરમાં ઘર બહાર પાર્ક કરેલી બાઈકમાં અજાણ્યો આગ લગાડી ફરાર થઈ ગયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાવને લઈ બાઈક માલિક ગોપાલ પાલએ પાંડેસરા પોલીસ મથકમાં અરજી કરી છે. અને જણાવ્યુ હતું કે તેમના પુત્ર સાથે અગાઉ કોઈનો ઝઘડો થયો હતો જેના બદલામાં વાહનમાં આગ લગાડી હોય શકે. હાલ તો અરજીને લઈ પાંડેસરા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
