ઈચ્છાપોરના સાયન ટેક્સ્ટાઇલ પાર્કમાં ભીષણ આગ,

Featured Video Play Icon
Spread the love

ઈચ્છાપોરના સાયન ટેક્સ્ટાઇલ પાર્કમાં ભીષણ આગ,
કાપડના વેસ્ટેજમાં આગથી અફરાતફરી

સુરતના ઈચ્છાપોરના સાયન ટેક્સ્ટાઇલ પાર્કમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કાપડના વેસ્ટેજ અને કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં.

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા સાયન ટેક્સ્ટાઇલ પાર્કના એક ખાતામાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કાપડના વેસ્ટેજ અને કચરામાં આગ લાગતા ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની નજીક જ વીજ ટ્રાન્સફોર્મર આવેલું હોવાથી કારીગરો અને આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બે ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *