કુંભારવાડામાં મારપીટ કરનાર બે શખ્સો ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

કુંભારવાડામાં મારપીટ કરનાર બે શખ્સો ઝડપાયા
વૃદ્ધ, મહિલા અને યુવતી પર છરી વડે હુમલો
ત્રણ વ્યક્તિ સાથે મારપીટના કેસમાં બે આરોપી ઝડપાયા

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બે શખ્સોએ વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડનાર બંન્ને શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ લોકઅપ હવાલે કર્યા હતા.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મારૂતિનગરમાં રહેતા રમેશભાઇ કાનજીભાઈ કોળી ના ઘરબહાર આજ વિસ્તારમાં રહેતા ગૌરાંગ ભાનુ ભીમાણી અને નવીન ભરત ગોહેલ ભૂંડાબોલી ગાળો બોલતા હોય આથી રમેશભાઈ એ બંને શખ્સોને ગાળો ન બોલવા સમજાવતા ઉશ્કેરાયેલ બંને શખ્સોએ રમેશભાઈ તથા પડોશમાં રહેતી મહિલા હંસા મોહનભાઈ માંડલિયા તથા રમેશભાઈ ની પૌત્રી રીંકલ જેસીંગભાઇ કોળી પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગૌરાંગ તથા નવીન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદ આધારે ડી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં બંને હુમલાખોરોની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યા છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *