વેસુમાં Blinkitની બ્રેડમાંથી લીલી ફૂગ મળી આવતા ચકચાર

Featured Video Play Icon
Spread the love

વેસુમાં Blinkitની બ્રેડમાંથી લીલી ફૂગ મળી આવતા ચકચાર
બ્રેડમાં ફૂગ મામલે વીડિયો વાયરલ, મનપા હરકતમાં
ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની કાર્યવાહી
બ્રેડમાં ફૂગ મળતા Blinkitને મનપાનો દંડ

સુરતના વેસુ વિસ્તારમાં ક્વિક-કોમર્સ કંપની બ્લિંકિટમાંથી મંગાવેલી બ્રેડમાંથી ગંભીર પ્રકારની લીલી ફૂગ મળી આવતાં ચકચાર મચી છે. ગ્રાહકે ફરિયાદ કરવા સ્ટોર મેનેજરનો સંપર્ક કર્યો હતો પરંતુ યોગ્ય જવાબ ન મળ્યો હોવાનો આક્ષેપ કરી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સુરત મનપાના ફૂડ અને સેનિટેશન વિભાગે હરકતમાં આવી દંડ ફટકાર્યો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં ઓનલાઈન મંગાવેલી બ્રેડમાં લીલી ફૂગ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહક દ્વારા બ્રેડમાં ફૂગ દેખાતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગ્રાહક સ્ટોર મેનેજર પાસે પહોંચ્યો ત્યારે મેનેજરે ભૂલ સ્વીકારવાને બદલે ઓનલાઈન ફરિયાદ કરવા કહી જવાબદારીમાંથી હાથ ખંખેર્યાનો આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાનું ફૂડ અને સેનિટેશન વિભાગ એક્શનમાં આવ્યું હતું. મનપાની ટીમે બ્રેડના સેમ્પલ લીધા અને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન કંપનીને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને નોટિસ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત અંદાજે 2 કિલો અખાદ્ય બ્રેડનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *