નવસારીમાં અર્થમ ફિનસર્વની બ્રાન્ચ શરૂ,

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં અર્થમ ફિનસર્વની બ્રાન્ચ શરૂ,
આધુનિક વેલ્થ મેનેજમેન્ટને મળશે નવી દિશા

નવસારીના રોકાણકારો માટે નાણાકીય આયોજન અને આધુનિક રોકાણ વિકલ્પોની દુનિયામાં એક મહત્વપૂર્ણ ઉમેરો થવા જઈ રહ્યો છે. શહેરમાં અર્થમ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ તેની પ્રથમ બ્રાન્ચ શરૂ થઈ છે. આ નવી ઓફિસનું ઉદ્ઘાટન ૩ મેના રોજ સવારે ૧૧ વાગ્યે નવસારીના પ્રખ્યાત સ્થળ ધ ઓલિવાના બીજા માળે યોજાયું હતું.

અર્થમ ફિનસર્વના ડિરેક્ટર ધર્મેશ મહેતાના જણાવ્યા અનુસાર, નવસારીના રોકાણકારોને અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ જેવા મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ હતા. હવે અર્થમ ફિનસર્વ દ્વારા તેમને પરંપરાગત રોકાણોથી આગળ વધીને વૈકલ્પિક રોકાણના નવા માર્ગો મળશે. તેમાં સ્ટાર્ટઅપ રોકાણ, જોખમ વ્યવસ્થાપન, એસ્ટેટ પ્લાનિંગ અને લિગસી પ્લાનિંગ જેવી વિશેષ સેવાઓનો સમાવેશ થશે. આ બ્રાન્ચ માત્ર રોકાણ સેવાઓ પૂરતી મર્યાદિત નહીં રહે. કંપનીનો મુખ્ય ભાર નાણાકીય જાગૃતિ અને શિક્ષણ પર રહેશે. રોકાણકારોને નવા યુગના રોકાણ સાધનો અને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન આપવા માટે નિયમિત સેમિનાર, વર્કશોપ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

નવી ઓફિસ આશરે ૧૧૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને તેને સંપૂર્ણપણે આધુનિક તથા ડિજિટલ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે. તેમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુસજ્જ કોન્ફરન્સ રૂમ અને વ્યાવસાયિક વાતાવરણ ઉપલબ્ધ રહેશે, જે નવસારીના વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરશે. વર્ષ 2002માં સ્થાપિત અર્થમ ફિનસર્વ આજે 23 વર્ષની સફળ સફર પૂર્ણ કરીને 24મા વર્ષમાં પ્રવેશી રહી છે. કંપની પાસે હાલમાં 3500થી વધુ રોકાણકારોનો વિશ્વાસ છે. છેલ્લા ૨૨ વર્ષથી કંપની મોતીલાલ ઓસ્વાલ સાથે ફ્રેન્ચાઇઝી તરીકે જોડાયેલી છે. મ્યુચ્યુઅલ ફંડ, ઇન્શ્યોરન્સ પ્લાનિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઉપરાંત, છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ સુરતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *