સુરતની ઉત્રાણ પોલીસે એમએલએ ગુજરાત ગાડી પકડી

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે એમએલએ ગુજરાત ગાડી પકડી
કારમાં સવાર બે ઈસમોની તપાસ કરતા તેઓ નશામાં પકડાયા
પ્રફુલ્લ શામજી સંઘાણી અને આશિષ ચીમન વેકરીયાની અટકાયત

સુરતની ઉત્રાણ પોલીસે એમએલએ ગુજરાત લખાણ વાળુ બોર્ડ લગાવી મર્સીડીઝ કાર લઈ પસાર થતા બે ઈસમોને દારૂના નશામાં પકડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉત્રાણ ટર્નિંગ પોઈનટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન મોટા વરાછા તરફથી આવતી મર્સીડીઝ કારને આંતરી હતી તો કારમાં ડ્રાઈવીંગ સીટ સામે કાચ પર એમએલએ ગુજરાત લખેલુ બોર્ડ માર્યુ હોય અને કારમાં સવાર બે ઈસમોની તપાસ કરતા તેઓ નશામાં હોવાનુ માલુમ પડતા જ ઉત્રાણ પોલીસે બન્ને ઈસમો પ્રફુલ્લ શામજી સંઘાણી અને આશિષ ચીમન વેકરીયાની અટકાયત કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *