સુરેન્દ્રનગરમાં અકસ્માત મોતના ૫૩ કેસમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગરમાં અકસ્માત મોતના ૫૩ કેસમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ
સંબંધિત અકસ્માત મોતના કેસોમાં કાયદેસરનો નિકાલ

સુરેન્દ્રનગર નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિંતા, ૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ મેજિસ્ટ્રેરીયલ હેઠળ ઇન્કવાયરી પુર્ણ કરી અકસ્માત મોતના ૫૩ કેસમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી નિકાલ કરવામાં આવ્યો

છેલ્લા છ મહિના દરમ્યાન ચોટીલા સબ ડીવીજનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસ દ્વારા મુકવામાં આવેલ કેસોની ઇન્કવાયરી હાથ ઘરવામાં આવેલ જેમાં જુદી જુદી તારીખો નકકી કરી સુનાવણી હાથ ઘરવામાં આવેલ અને ત્યારબાદ ત્રે૫ન કેસોની અકસ્માતજન્ય અથવા શંકાસ્પદ સંજોગોમાં થયેલ મૃત્યુના બનાવોમાં પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇન્ક્વેસ્ટ પેપર્સ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પંચનામા, સાક્ષીઓના નિવેદનો તથા અન્ય સંબંધિત દસ્તાવેજો તપાસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ આવા કેસોમાં મૃત્યુનું કારણ અકસ્માતજન્ય છે કે અન્ય કોઈ ગુનાહિત કૃત્યના પરિણામે થયેલ તે અંગે મેજિસ્ટ્રિયલ તપાસ હાથ ધરવાની જોગવાઈ છે. આ અનુસંધાને ચોટીલા સબ-ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકાના કુલ ત્રે૫ન અકસ્માત મોતના કેસોમાં મૃતકના વારસદારો તથા સંબંધિત વ્યક્તિઓને નોટિસ આપી તેમની હાજરીમાં રજૂઆતો અને નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત કેસને લગતા તમામ દસ્તાવેજી પુરાવાઓ, પોલીસ તપાસના અહેવાલો, મૃત્યુની પરિસ્થિતિઓ તથા અન્ય સંબંધિત હકીકતોનું તટસ્થ અને વિગતવાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન જે કેસોમાં વધુ તપાસની આવશ્યકતા અથવા શંકાસ્પદ સંજોગો જણાયા હતા તેવા કેસો સંબંધિત પોલીસ અધિકારીને જરૂરી વધુ તપાસ અને અહેવાલ માટે પરત મોકલવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કેસોમાં ઉપલબ્ધ પુરાવા, દસ્તાવેજો તથા તપાસના આધારે કોઈ ગુનાહિત કૃત્ય અથવા શંકાસ્પદ તત્વ પ્રકાશમાં આવેલ ન હોવાથી મૃત્યુ અકસ્માતજન્ય હોવાનું પ્રતિપાદિત થયું હતું. આમ કલમ-૧૯૪ હેઠળની કાર્યવાહી પૂર્ણ કરી સંબંધિત અકસ્માત મોતના કેસોમાં કાયદેસરનો નિકાલ કરવામાં આવ્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *