સુરત જિલ્લા પંચાયત કચેરીમાં આશાવર્કર બહેનોનો વિરોધ
બહેનોએ ચાર મહિનાથી પગાર ન મળતા રોષ સાથે ઉગ્ર વિરોધ કર્યો
સમયસર પગાર ન મળવાથી પરિવાર ચલાવવો મુશ્કેલ બની ગયો
સુરત જિલ્લા પંચાયત કચેરીમાં આશાવર્કર બહેનોએ ચાર મહિનાથી પગાર ન મળતા રોષ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.
સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આશાવર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળતા બહેનો ભારે હાલાકી ભોગવી રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા અંતે બહેનોએ એકત્ર થઈને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. બહેનોએ તાત્કાલિક બાકી પગાર ચૂકવવાની માંગ સાથે સાથે પગાર વધારો કરીને ફિક્સ પગાર આપવા પણ ઉગ્ર માંગ કરી હતી. સરકાર મહિલાઓના સશક્તિકરણની વાતો કરતી હોવા છતાં આશાવર્કર બહેનોને પડતી મુશ્કેલીઓ સામે પણ પ્રશ્નો ઉઠવ્યા હતાં. આશાવર્કર બહેનોએ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું કે સમયસર પગાર ન મળવાથી પરિવાર ચલાવવો મુશ્કેલ બની ગયો છે.
