સુરતની લિંબાયત પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું
સંજય નગર પાસેથી એક વ્યક્તિને ચપ્પુ સાથે ઝડપી પાડ્યો
ચેતન સંજય પાટીલને ચપ્પુ સાથે ઝડપી પાડ્યો
સુરતની લિંબાયત પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સંજય નગર પાસેથી એક વ્યક્તિને ચપ્પુ સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ જેજી ચારણની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મયુરસિંહ, રઘુવીરસિંહ, અપોકો ક્રિપાલસિંહ અને મુકેશભાઈએ સંજય નગર પાસે વાહન ચેકિંગ દરમિયાન ચેતન સંજય પાટીલને ચપ્પુ સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
