તડકેશ્વર પોલીસે બેટરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

Featured Video Play Icon
Spread the love

તડકેશ્વર પોલીસે બેટરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો
બેટરી ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા
ટ્રકમાંથી ચોરાયેલી બેટરી બાતમીના આધારે પોલીસે કબજે કરી
નાની નરોલી તરફથી બેટરી લઈને જતા ત્રણ શખ્સો ઝડપાયા
આરોપીઓની પૂછપરછમાં તડકેશ્વરથી બેટરી ચોરી કર્યાની કબૂલાત

તડકેશ્વર પોલીસ તંત્રએ બેટરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ તથા મુદ્દા માલ સાથે શોધી કાઢ્યો

સુરત જિલ્લાના એસપી રાજેશ ગઢીયા દ્વારા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ એએસપી અક્ષેશ એન્જિનિયર એ માંડવી વિભાગ દ્વારા દિશા નિર્દેશ હેઠળ તડકેશ્વર પીઆઇ એમ એચ સોલંકી ને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે તડકેશ્વરના પીએસઆઈઅજય ઠાકોર દ્વારા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિયમમાં હતા તે દરમિયાન બાતમીના આધારે તડકેશ્વર ગામની સીમમાં ત્રણ રસ્તા પાસે પોલીસ સ્ટાફ ની ટીમ સંયુક્ત રીતે ચોક્કસ બાતમીના આધારે જુના ટોલ પ્લાઝા પાસે બ્રધર્સ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ સામે તડકેશ્વર ગામ માધવ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માં પાર્ક કરેલ ટ્રકમાંથી બેટરી ચોરી કરેલ હોય જે બેટરીની ચોરી કરેલ ઈસમ મોટર સાયકલ પર બેસીને બેટરી લઈ નાની-નરોલી ગામ તરફથી તડકેશ્વર તરફ જઈ રહ્યો હતો જે બાતમીના આધારે મોટર સાયકલ ઉપર બેસીને ત્રણ જતા હતા તેમને ઝડપી પાડી પૂછપરછ કરતા આ બેટરી તડકેશ્વર ખાતેથી ચોરી કરેલ છે અને બીજી જાડી જાખડામાં સંતાડેલ છે એવું જણાવ્યું હતું જે ઈસમને સાથે રાખી તપાસ કરતા બેટરી મળી આવેલ છે જેનો કબજો લઈ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણેય ઇસમો નાની નરોલી ગામના રહીશ છે જેમાં નિતેશ વસાવા, અનિલ વસાવા, નિકુલ વસાવા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *