ગુજરાત મહેસૂલી મહામંડળની 14 માંગણીઓને લઈને કર્મચારીઓની હડતાળ

Featured Video Play Icon
Spread the love

ગુજરાત મહેસૂલી મહામંડળની 14 માંગણીઓને લઈને કર્મચારીઓની હડતાળ
રાજ્યભરના મહેસૂલી વર્ગ-3 કર્મચારીઓએ શરૂ કરી અનિશ્ચિત મુદતની હડતાળ
લાંબા સમયથી પડતર 14 માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર ન થતાં વિરોધ

ગુજરાત મહેસૂલી મહામંડળની લાંબા સમયથી પડતર રહેલી 14 જેટલી માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર ન થતાં રાજ્યભરના મહેસૂલી વર્ગ-3 કર્મચારીઓએ આજથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે

નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓ એકત્ર થયા હતા અને વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓના જણાવ્યા મુજબ સરકાર સાથે માંગણીઓ અંગે અનેક તબક્કે ચર્ચાઓ થઈ હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા મહામંડળ દ્વારા આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં તલાટીઓના જોબચાર્ટમાંથી બિનજરૂરી કામગીરી દૂર કરવી, નાયબ મામલતદારોની સિનિયોરીટીમાં સુધારો કરવો સહિતની 14 જેટલી માંગણીઓનો સમાવેશ થાય છે. હડતાળના કારણે નવસારી સહિત રાજ્યભરની મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સ્તરે થતી વિવિધ મહેસૂલી કામગીરીને અસર પહોંચી છે. સરકારી કામકાજ ઠપ થતાં વિવિધ કામો માટે કચેરીઓમાં આવતા સામાન્ય અરજદારો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *