ભાવનગરમાંમાં ધરાર પ્રિત રાખવા મામલે પ્રેમીનો સગીરાના માતા-પિતા પર હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાંમાં ધરાર પ્રિત રાખવા મામલે પ્રેમીનો સગીરાના માતા-પિતા પર હુમલો
મજનુનો સાગરીત ફરાર થઈ ગયો
બી ડિવિઝન પોલીસે હુમલાખોરની ધરપકડ કરી

ભાવનગર શહેરમાં એક સગીરાને યુવાન સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય પરંતુ આ સંબંધ સગીર પ્રેમિકાએ પૂર્ણવિરામ મૂકી દેતા આ વાતને લઈને ગીન્નાયેલ પ્રેમીએ સાગરીત સાથે સગીરાના ઘરમાં ઘૂસી સગીરાના માતા-પિતા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે હુમલો કરનાર પ્રેમીની ધરપકડ કરી છે.

ભાવનગર શહેરમાં રહેતા એક શ્રમજીવી પરીવારની સગીરાને ઉમંગ ઉર્ફે પીગો મનોજ સોલંકી સાથે છેલ્લા બે વર્ષ થી પ્રેમ સંબંધ હોય પરંતુ સગીરા આ સંબંધ રાખવા માંગતી ન હોય આથી તેણે ઉમંગ સાથે વાતચીત બંધ કરી પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેતા આ વાતને લઈને રોષે ભરાયેલ ઉમંગ ગતરાત્રે તેના મિત્ર પરેશ જોગીને લઈને સગીરાના ઘરે ગયો હતો અને ઉગ્ર ઝઘડો કરી ઉમંગ તથા પરેશ એ સગીરાની માતા તથા પિતા પર ધારિયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ઘરમાં સામાનની તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરાની માતાએ જન રક્ષક વાનને કોલ કરતાં ઉમંગનો મિત્ર પરેશ ફરાર થઇ ગયો હતો જયારે ભરતનગર પોલીસે ઉમંગની ધરપકડ કરી હતી અને ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે સગીરાની માતાએ ઉમંગ તથા પરેશ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *